Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લગ્ન ન થતા ચિંતાતુર બનેલા સીતપોણ ગામનાં યુવકે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી…

Share

ભરૂચ તાલુકાના સીતપોણ ગામના એક યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીતપોણ ગામના મંદિર ફળિયામાં રહેતા મંગલભાઈ છીતુભાઈ વસાવા ઉ.વ. ૨૯ પોતાના લગ્ન ન થવાના કારણે ચિંતામાં હતા. ચિંતામાં ડૂબેલા મંગલ નામના યુવાને પોતાના ઘરમાં લાકડા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.

ઘટનાની જાણ થતા નબીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટના સંદર્ભે વધુ તપાસ નબીપુર પોલીસ ચલાવી રહી છે. યુવકે જીવનલીલા સંકેલી લેતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત તથા અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા…

ProudOfGujarat

પુર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગોવડા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાતે

ProudOfGujarat

અંકલેશ્વરના ખરોડ હાઇવે-૪૮ પાસેની હોટલના રૂમમાં સુરતના યુવકે ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!