Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નર્મદામૈયા બ્રિજ પર આત્મહત્યા કરવા આવેલ મહિલાને સ્થાનિક અને પોલીસની મદદથી બચાવી લેવાઇ..!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારનાં સમયે ભરૂચ, અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આત્મહત્યા કરવા આવેલ એક મહિલાને સ્થાનિક વોકર્સ તેમજ સી ડીવીઝન પોલીસની મદદથી તેને બચાવી લેવાઇ હતી, આ મહિલા નર્મદા નદીમાં ઝંપ લાવે પહેલા જ સ્થાનિકે તેને જોતા તેને સમજાવી મામલા અંગે ધારાસભ્ય દુષ્યંત પટેલને ફોન કરતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક ઘટના અંગે સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ મહિલાને સમજાવી પીસીઆર વેનમાં તેને સી ડિવિઝન પોલીસ મથકે લઇ જઈ મામલા અંગે તેની પૂછપરછ હાથધરી હતી.

મહત્વની બાબત છે કે નર્મદા મૈયા બ્રિજ જાણે કે આત્મહત્યા માટેનું કેન્દ્ર બિંદુ બનતું હોય તેમ લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક દિવસથી આ બ્રિજ ઉપરથી કેટલાય લોકોએ કુદી જઈ પોતાના જીવનનો અંત કર્યો છે ત્યારે આજે વધુ એક ઘટના સ્થાનિક વોકર્સ મુનાફ પઠાણ અને ધારાસભ્ય દુષ્યંત પટેલની સતર્કતાથી ટળી હતી અને મહિલાને સહી સલામત પોલીસ વિભાગને સુપ્રત કરવામાં આવતા પોલીસે પણ મામલે મહિલાના પરિવારને ઘટના અંગે માહિતગાર કરવાની તજવીજ શરૂ કરી હતી.

હારૂન પટેલ-ભરુચ

Advertisement

Share

Related posts

ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા વિવિધ રાજકીય પક્ષો અને લોકસભામાં ઉભા રહેલા ઉમેદવારોને સીધો પ્રશ્ન.વિકાશના કામો કેટલા સમય સુધીમાં કરશો ?.જાણો વધુ વિગતે રસપ્રદ અને મહત્વની બાબતો ….

ProudOfGujarat

વડોદરામાં ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજનાના બાળકો માટે આયુષ્યમાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

ડેડીયાપાડા બી.આર.સી ભવન ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!