– લાકડા વીણવા ગયેલ સગીરાના મોત મામલે પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા.
ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી ગતરોજ એક સગીરાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ભારે ચકચાર મચ્યો હતો, અચાનક સગીરાના મોતને લઇ તેની લાશને પેનલ પી.એમ અર્થે પોલીસે ખસેડી સમગ્ર મામલા અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર સરભાણ ગામની નવી નગરી વિસ્તારમાં રહેતી વસાવા પરિવારની ૧૪ વર્ષીય સગીરા ગતરોજ પોતાના ગામ નજીક આવેલ તળાવ પાસે લાકડા વીણવા માટે ગઇ હતી, પરંતુ તે મોડે સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવતા તેની લાશ આખરે ગ્રામજનોને મળી આવતા ભારે ખળભળાટ મચ્યો છે, સાથે જ સગીરાના અચાનક મોત અંગે લોકોમાં સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ઘટના અંગેની જાણ અમોદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ સગીરાની લાશનો કબ્જો મેળવી તેને પેનલ પી.એમ અર્થે ખસેડવામાં આવી હતી, સાથે જ સમગ્ર મામલે અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે, સગીરાનું મોત કુદરતી અકસ્માતે છે કે પછી અન્ય કોઇ કારણસર થયું છે તે બાબતે સમગ્ર ઘટના ક્રમ બાદથી મામલો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે.
હારૂન પટેલ-ભરૂચ