દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ પંથકમાં મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પીળા અને કેસરી રંગના ગલગોટાના ઢગલા જણાયા હતાં. દીપાવલી પર્વની વહેલી સવારે ભરૂચ નજીકની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ફૂલોનાં વિક્રેતાઓ ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતાં. વિવિધ વાહનોમાં ગલગોટાના ફૂલો ભરેલ વાહનો ભરૂચ ખાતે આવી પહોંચતા સડકો પર ફૂલ વિક્રેતાઓએ ફૂલોનાં ઢગ કર્યા હતાં.
દીપાવલી પર્વના દિવસોમાં ગલગોટાના બજારના ભાવોની રીતરસમ એટલે કે ટ્રેન્ડ સમજવા લાયક છે. જેમ કે દીપાવલીના દિવસે ગલગોટાના ભાવ કિલોના 100 ની આસપાસ હોય છે પરંતું જેમ-જેમ સમય વીતતો જાય છે સાલમુબારકના દિવસે મળસકાના સમયે દર કલાકે ગલગોટાના ભાવો ગગડતા જાય છે.
Advertisement