ભરૂચ પંથકમાં ધનતેરસ પર્વની ઉજવણી ઉમંગ ભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. ધનતેરસના દિવસે સોનું ખરીદવું ઉત્તમ માનવામાં આવે છે જેના પગલે વિવિધ જવેલર્સના શો રૂમોમાં ગ્રાહકોની ભીડ જણાઈ રહી હતી.
દિવાળીના પર્વમાં ધનતેરસ એટલે કે લક્ષ્મીજીની પૂજા કરવાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે જેના કારણે ધનતેરસના દિવસે લક્ષ્મીના પ્રતીક સમા ધનની પૂજા કરવાનું મહત્વ રહ્યું છે અને આ ધનતેરસએ લક્ષ્મીજીની પૂજા અર્ચના અને શૈક્ષણિક સંસ્થાઓ તથા નિવાસ સ્થાનો અને વેપાર સ્થળ ઉપર કરવામાં આવી હતી. ધનતેરસની વિશેષ પૂજા-અર્ચનાઓ કરાઈ હતી. ભરૂચના નર્મદા માર્કેટ સ્થિત આવેલ કર્મઠ વિદ્યાપીઠ સંકુલ ખાતે ધનતેરસની વિધિવત પૂજા અર્ચના સાથે ધનતેરસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના ડાયરેક્ટર સહિત સંસ્થાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી લક્ષ્મીજીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. બાજઠ ઉપર લક્ષ્મીજી સહિત સરસ્વતી અને ભગવાન સ્વામિનારાયણની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને સંસ્થાઓ ઉપર હંમેશા દેવી દેવતાઓના આર્શીવાદ રહે અને સુખ શાંતિમય સમગ્ર વર્ષ રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ભગવાન લક્ષ્મીજી, સરસ્વતી અને ભગવાન સ્વામિનારાયણની પૂજા અર્ચના કરી ધનતેરસ પર્વની ઉજવણી કરાઇ હતી.