દીપાવલી પર્વના દિવસો દરમિયાન સુરતથી માદરે વતન ઉત્તરપ્રદેશ જવા નીકળેલ 100 કરતા વધુ મુસાફરો તેમજ લકઝરી બસ છોડી ડ્રાઇવર અને કંડકટર ફરાર થઈ ગયા હતાં. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નબર 48 પર નબીપુર પ્રિન્સ હોટેલ પર લકઝરી બસના 100 કરતા વધુ પેસેન્જરોને રઝળતા મૂકી બસના ડ્રાઇવર અને કંડકટર ફરાર થઈ ગયા હતાં અને મુસાફરો બેબાકળા બની ગયા હતાં.
ભરૂચ નજીક નબીપુર પાસે લકઝરી બસના મુસાફરોને મૂકી ડ્રાઇવર અને કંડકટર જતા રહ્યા હોવાની ખૂબ આશ્ચર્ય પમાડે તેવી દુઃખ દાયક ઘટના બની હતી હવે મુસાફરો ખુબ કફોડી હાલતમાં મુકાઈ જતા આજુબાજુના ગામના રહીશોએ મુસાફરોની મદદ કરી હતી.
ભરૂચ તાલુકાના નબીપુર ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ પ્રિન્સ હોટલ ઉપર ઉતરેલ રઘુનાથ લકઝરી બસના ડ્રાઈવર, કંડકટર પેસેન્જરોને મૂકી જતા રહ્યા હતાં જેથી પેસેન્જરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. પોતાના પરિવાર સાથે દિવાળી કરવા માદરે વતન જઇ રહેલા પેસેન્જરો રસ્તામાં અટવાય પડ્યા હતાં તેથી પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરવાનું સ્વપ્નું અધુરું રહેશે તેવો ભય પેસેન્જરો સેવી રહ્યા હતાં. સુરતથી 3 થી 4 હજાર રૂપિયા જેટલું ભાડું ખર્ચી વતન જઈ રહેલા મુસાફરો રસ્તામાં જ અટવાઈ ગયા હતાં.
પેસેન્જરોના જણાવ્યા અનુસાર સુરતથી પેસેન્જરો લઈ નિકળેલી રઘુનાથ ટ્રાવેલ્સની લકઝરી બસ નબીપુર નજીક આવેલી પ્રિન્સ હોટલ ઉપર ઉભી થઈ હતી. જ્યાં મુસાફરોના જણાવ્યા મુજબ ડ્રાઇવર નશો કરી સુઈ ગયો હતો જે બાદ પેસેન્જરો અને બસ મૂકી ડ્રાઈવરઅને કંડકટર જતા રહ્યા હતાં જેથી મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. જોકે આજુબાજુના ગામોના રહીશોએ રસ્તામાં રઝળી પડેલ મુસાફરોને મદદ પહોંચાડી હતી. દીપાવલી પર્વના કારણે મુસાફરોને જે વાહન મળ્યું તેમાં સવાર થઈ આગળની મુસાફરી કરી હતી પરંતું તે માટે તેમણે વધુ નાણાં ચૂકવવા પડ્યા હતાં.