ભરૂચમાં રહેતા સાત વર્ષના બાળક અનય સિંગે ખૂબ જ નાની ઉમરમાં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી પ્રવીણ સિંગ અને તેમના પત્ની ચારૂલતા સિંગ વ્યવસાય અર્થે ઘણા વર્ષોથી ભરૂચમાં સ્થાય થયા છે. તેઓ ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ નર્મદા બંગ્લોઝ ખાતે રહે છે. પ્રવીણ સિંગ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેમનો 7 વર્ષીય બાળક અનય સિંગ કમાલની યાદશક્તિ ધરાવે છે. અનયને બાળપણથી જ નાની નાની વસ્તુઓ જાણવાનો શોખ હતો આ શોખ અંગે તેના પિતા પ્રવીણ સિંગને જાણ થયા બાદ તેમણે તેમણે સામાન્ય જ્ઞાન આપવાનું શરૂ કર્યું બાદમાં તેઓને ખબર પડી હતી કે અનય અન્ય બાળકો કરતા કઈક અલગ જ યાદશકિત ધરાવે છે. અનય સિંગ જનરલ નોલેજના સવાલોના જવાબ સેકંડોમાં જ આપે છે. અનય સિંગે પહેલો વર્લ્ડ રેકોર્ડ સાડા ત્રણ વર્ષની વયે નોંધાવ્યો હતો જેમાં તે ૪૭ સેકંડમાં ભારત દેશના રાજ્યો અને તેના કેપિટલનાં નામ બોલી ગયો હતો.
અનય સિંગે માત્ર 7 વર્ષની વયે 5-5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે જે અંગેની માહિતી આપવા ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં માતા પિતાએ અનયની સિધ્ધિ વર્ણવી હતી. આ પ્રસંગે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ગૂગલ બોય અનયનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તે ભવિષ્યમાં આ રીતે જ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવવામાં આવી હતી.
અનય સિંગની સિધ્ધિ નીચે મુજબ છે :
પ્રથમ વર્લ્ડ રેકોર્ડની વિગતો:
વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન (પ્રમાણિત સંસ્થા): ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.
શીર્ષક: રાષ્ટ્રની મોટાભાગની રાજધાનીઓ એક મિનિટમાં જવાબ આપ્યો
ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છત્રીસ (36) રાજધાનીઓનો 47 સેકન્ડમાં જવાબ આપ્યો.
ઉંમર: 3 વર્ષ 8 મહિના
બીજા વર્લ્ડ રેકોર્ડની વિગતો:
વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન (સર્ટિફાઇંગ બોડી): યુનિક વર્લ્ડ રેકોર્ડ્સ.
શીર્ષક: મોટાભાગના દેશોના રાષ્ટ્રપતિઓના નામ યાદ કરવા
2 મિનિટ 26 સેકન્ડમાં 100 દેશોના રાષ્ટ્રપતિઓના નામ યાદ કર્યા.
ઉંમર: 4 વર્ષ 1 મહિનો
ત્રીજા વર્લ્ડ રેકોર્ડની વિગતો:
વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન (પ્રમાણિત સંસ્થા): હાઇ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ.
શીર્ષક: 45 અમેરિકન રાષ્ટ્રપતિઓના નામ યાદ રાખી બોલી જવા માટેનો સૌથી ઝડપી સમય
વર્ષ 1789 થી 2019 સુધીની સીરીયલ મુજબ અમેરિકન રાષ્ટ્રપતિઓના નામ માત્ર 55 સેકન્ડમાં વાંચ્યા.
ઉંમર: 4 વર્ષ 9 મહિના
ચોથા વર્લ્ડ રેકોર્ડની વિગતો:
વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન (પ્રમાણિત સંસ્થા): વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ.
શીર્ષક: આધુનિક સામયિક કોષ્ટકના 100 તત્વોના નામ 90 સેકન્ડમાં તેમના અણુ ક્રમાંક મુજબ યાદ કરવા.
ઉંમર: 5 વર્ષ 6 મહિના
5 માં વર્લ્ડ રેકોર્ડની વિગતો:
વર્લ્ડ રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન (સર્ટિફાઇડ બોડી): ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ.
શીર્ષક: સૌથી વધુ યુનાઇટેડ સ્ટેટ રાષ્ટ્રપતિની તસવીરો ઓળખી બતાવવું. 30 સેકન્ડમાં 28 નામ
ઉંમર: 6 વર્ષ 8 મહિના