Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાલેજમાં આવેલી જમાદાર ફર્નિચરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં આવેલી જમાદાર ફર્નિચર નામની દુકાનમાં સવારે આગ લાગતા ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ખાતે રહેતા જાવેદ જમાદાર જેઓની રેલવે સ્ટેશન સામે ફર્નિચરની દુકાન આવેલી છે. જે દુકાનમાં સવારના સમયે શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. લાગેલી ભીષણ આગમાં દુકાનમાં રહેલા સોફા સેટ તથા અન્ય વીજ વસ્તુઓ સંપૂર્ણ સળગી જવા પામી હતી. લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશ તરફ જતા નજરે પડયા હતા. સ્થાનિકોએ આગ પર પાણીનો મારો ચલાવી તેમજ ટેન્કરની મદદ વડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. દુકાન માલિક જાવેદ જમાદારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ મારી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે લાગેલી ભીષણ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

સુરત જીલ્લાના કોસંબા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ ભરૂચના બે બુટલેગરોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચ નગરમા રખડા ઢોર ની સમસ્યા અંગે લોક જન શક્તિ પાર્ટીએ આવેદન પત્ર પાઠવ્યું

ProudOfGujarat

नोटबुक के निर्माता पुलवमा में शहीद हुए सीआरपीएफ के परिवारों को करेंगे 22 लाख रुपये की मदद.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!