ગુજરાતમાં અન્ય રાજયોની સરખામણીમાં પોલીસ વિભાગને ગ્રેડ પે ચૂકવાવમાં આવતું નથી આથી ભરૂચની કરણી સેના દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત પોલીસમાં એ.એસ.આઇ, હેડ કોન્સટેબલ અને કોન્સટેબલનાં ગ્રેડ પે અન્ય રાજયો કરતાં ઓછા છે જેમાં વધારો કરવામાં આવે, પોલીસ વિભાગના તમામ કર્મચારીઓનો સમય નિશ્ચિત કરવામાં આવે. જો આઠ કલાકથી વધારે ડયુટી હોય તો તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, પોલીસ જવાનોને વર્ષમાં ચાર યુનિફોર્મ અને વિવિધ ઋતુ મુજબ સુરક્ષાનાં યોગ્ય સાધનો પૂરા પાડવામાં આવે, વર્ષમાં એક વખત સાપ્તાહિક રજા પણ આપવામાં આવે તેમજ બાળકોના શિક્ષણ ભથ્થામાં વધારો કરવાની આવશ્યકતા છે. આ પ્રકારના અનેક મુદ્દાઓ પર ભરૂચની કરણી સેનાએ લેખિત આવેદનપત્રમાં સરકાર સમક્ષ માંગણી કરી છે.
Advertisement