આજે ૨૯ ઓકટોબર એટલે વિશ્વ પક્ષાઘાત દીવસ નિમિત્તે ભરૂચના ફિજીઓથેરાપી ડૉ. સ્નેહા બાબરીયા દ્વારા શહેરના ડો.બી આર આંબેડકર હોલ ખાતે એક કાર્યક્રમ યોજવામ આવ્યો હતો, જેમાં ઘણા અપંગ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દર ચારમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન લકવો થઇ શકે છે, તેમાંના ૧ તમે ના બનશો જે અંગેની માહિતી આ કાર્યક્રમ થકી લોકોને આપવામાં આવી હતી.
ભરૂચમાં વર્ષોથી કાર્યરત એવા ડો.સ્નેહા બાબરીયા દ્વારા લકવાગ્રસ્ત દર્દીઓને વિના મૂલ્યે આજે આ કાર્યક્રમ થકી ફિજીઓથેરાપીની જરૂર કેમ પડે તે અંગેની માહિતી આપી હતી, લકવા મુક્ત દુનિયાની નેમ સાથે દર્દીઓને સ્વસ્થ કરવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવેલ કાર્યક્રમની લોકોએ પ્રસંશા કરી ડો. સ્નેહા બાબરીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.
Advertisement