બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ગત રોજ સાંજ ના સમયે ભરૂચ ના તુલસીધામ વિસ્તાર માં આવેલ શ્રી રંગ કૃપા સોસાયટી ના મકાન નંબર એ ૭૧ માં છેલ્લા કેટલાક સમય થી ભાડા નું મકાન રાખી રહેતા અને ખાનગી કંપની માં નોકરી કરતા જગદીશ ભાઈ સોલંકી તેઓ ની પત્ની વંદના અને બે બાળકો-પુત્રી રૂપાલી અને પુત્ર વેદાંત સાથે રહેતા હતા તેઓ એ કોઈ અગમ્ય કારણોસર પત્ની અને તેઓ ના બે નાના બાળકો ને તીક્ષણ હત્યાર ના ઉપરા છાપરી ઘા મારી બાળકો સહીત પત્ની ની હત્યા કરી પોતે આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું હાલ માં ઘટના બાદ થી પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે…
હાલ સમગ્ર મામલા અંગે ની ભરૂચ સી ડિવિઝન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ એ તપાસ આરંભી છે..આખરે હત્યા પાછળ શું કારણ હોઈ શકે તે અંગે શહેર અને જીલ્લા માં ટ્રિપલ મર્ડર મિસ્ત્રી ની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે ..ત્યારે સમગ્ર બાબત અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક ના પી આઈ કવા નો સંપર્ક કરવામાં આવતા હાલ માં સમગ્ર હત્યા કાંડ બાદ થી ઇજાગ્રસ્ત થયેલ જગદીશ સોલંકી નો પોલીસ નિવેદન લેવાનો બાકી હોય ત્યાર બાદ જ કંઈ કહી શકાય તેમ જાણવા મળ્યું હતું…
હાલ માં વડોદરા ખાતે સારવાર લઇ રહેલો ઇજાગ્રસ્ત જગદીશ હોશ માં આવે ત્યાર બાદ જ સમગ્ર ટ્રિપલ હત્યા નો ભેદ સામે આવે તેમ છે…અને જગદીશ સોલંકી ના નિવેદન બાદ જ ચકચાર અને હાહાકાર મચાવનાર મર્ડર મિસ્ત્રી ના રહસ્યો પર થી પરદો ઉઠશે તેમ અત્યાર સુધી સમગ્ર પ્રકરણ અંગે જાણવા મળ્યું હતું…..
તો બીજી તરફ ભરૂચ પોલીસે સમગ્ર ટ્રિપલ હત્યા ના પ્રકરણ બાદ થી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે …અને સમગ્ર હત્યા કાંડ ઉપર ના રહસ્યો ઉપર થી આગામી દિવસો માં વધુ ખુલાસા ઓ ભરૂચ પોલીસ કરે તે બાબતો ને નકારી શકાય તેમ નથી…..!!!!