Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ સ્ટેશન પર નવા સ્મારક રાષ્ટ્રધ્વજ અને ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું.

Share

ભરૂચ રેલવે સ્ટેશન પર નવાં વિસ્તરેલ ફુટ ઓવરબ્રિજ અને નવા સ્મારક રાષ્ટ્રધ્વજનુ લોકાર્પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યુ હતું.

ભરૂચ સ્ટેશનના પશ્ચિમ છેડે અને ફરતા વિસ્તારમાં સ્મારક ધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો છે જે રેલવે સ્ટેશનની સુંદરતામાં વધારો કરશે તેમજ રેલવે મુસાફરોમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીને પ્રોત્સાહન આપશે. હાલમાં, ભારતીય રેલવે સ્ટેશનો પર અત્યાર સુધીમાં 100 સ્મારક રાષ્ટ્રધ્વજ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં તેને વડોદરા વિભાગના 11 સ્ટેશનો પર સ્થાપિત કરવાનું આયોજન છે. જેમાથી વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નડિયાદ, ગોધરા, કેવડિયા, ચાપાનેર રોડ, ડેરોલ, ભરૂચ, ડાકોર તથા અલીરાજપુરમાંથી આ આઠમો સ્મારક રાષ્ટ્રધ્વજ છે. જે ભરૂચમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. તે 100 ફુટની ઊંચાઇએ છે અને રાષ્ટ્રધ્વજ 30 ફુટ લાંબો અને 20 ફુટ પહોળો હશે. આના પર લગભગ ₹10 લાખ ખર્ચ આવ્યો છે.

વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ડો. જિનિયા ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, વડોદરાની બાજુ સ્થિત આ ફુટ ઓવરબ્રિજ પ્લેટફોર્મ એક, બે અને ત્રણ તથા ચાર અને પાંચને પશ્ચિમ વિસ્તારને રેમ્પની સુવિધા સાથે જોડે છે. જેને પરિભ્રમણ સાથે પૂર્વ વિસ્તાર સુધી લંબાવવામાં આવ્યો છે. જેના થી મુસાફરો સ્ટેશનના કોઇપણ પ્લેટફોર્મ પરથી સીધા જ પૂર્વ ઝોનના ફરતા વિસ્તારમાં પહોચી શકે છે. આ ફુટ ઓવર બ્રિજ પર રેલવે દ્વારા 1.75 કરોડ રૂપિયાનો ખર્ચથી વિસ્તારીકરણ કરવામાં આવ્યો છે. તે 28.60 મીટર લાબો અને 3 મીટર પહોળો છે. માત્ર વરિષ્ઠ નાગરિકો જ નહી પરંતુ વિકલાંગ લોકોને પણ આ સુવિધાનો લાભ મળશે.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, DRM વડોદરા અમિત ગુપ્તા, ડીઆરયૂસીસી મેમ્બર જીતેન્દ્રસિંહ રાજપૂત, ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી તથા રેલ્વેગણના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

“આઝાદી કા અમૃત મહોત્સવ” અન્વયે તા. 24 થી 31 ઓક્ટોબર સુધી ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્ક શોપ આયોજન.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા ના નવાગામ કરારવેલ ખાતે થી વિદેશી દારૂ ના હજારો ના મુદ્દામાલ ને રૂરલ પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી……

ProudOfGujarat

અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ નજીક ટેન્કર સાથે રિક્ષા ભટકાતા રિક્ષા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!