Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત…

Share

ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશન નજીક ગતરોજ મોડી સાંજે ટ્રેન અડફેટે એક અજાણ્યા આધેડનું મોત નિપજવા પામ્યું હતું. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ રેલવે કિમી નંબર ૩૫૦/ ૩૦ – ૩૨ ની વચ્ચે ટ્રેન નંબર ૦૯૧૧૧ ડાઉન ટ્રેનની આડફેટે એક આધેડનું શરીરે ગંભીર ઈજાઓ થતા મોત નિપજવા પામ્યું હતું.

ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ શાંતિલાલ વસાવાએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી મૃતકના મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થે પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. મૃતક રંગે ઘઉં વર્ણ ઉંચાઈ ૫ × ૫ બદનમાં કોફી ક્લરનું શર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. મૃતકના વાલી વારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

સુરત શહેરની અનેક સોસાયટી અને ટેકસટાઇલ માર્કેટમાં ડાંફુ માંગવા આવતા કિન્નરોને “નો એન્ટ્રી”નાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે.

ProudOfGujarat

ઝગડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ProudOfGujarat

વાંકલ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કોસંબાના ચેરમેન તરીકે દિલીપસિંહ રાઠોડની બિન હરીફ વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!