Proud of Gujarat
FeaturedGujaratINDIA

જેસીઆઇ ભરૂચના પૂર્વ પ્રમુખ ઝોન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમાયા.

Share

તાજેતરમાં સુરત ખાતે જેસીઆઇ ઇન્ડીયાના ઝોન ૮ નું વાર્ષિક અધીવેશન – અવસર ઝોન કોન્ફરન્સ ૨૦૨૧ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં ૨૦૨૨ ના વર્ષના હોદેદારોની વરણી થતા જેસી ઇશાન અગ્રવાલની ઝોન ૮ ના ઝોન પ્રેસીડેન્ટ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી. ૫૮ વર્ષથી ભરૂચમાં સામાજીક ક્ષેત્રે કાર્યરત જેસીઆઇ ભરૂચના પૂર્વ પ્રમુખ જેસી હુસેન ગુલામ હુસેનવાલાની ઝોન વાઈસ પ્રેસીડેન્ટ પદે અને જેસી જગદીશ પટેલની ઝોન કોઓડીનેટર પદે નિમણુક કરવામાં આવી. આ પ્રસંગે જેસીઆઇ ભરૂચને વર્ષ ૨૦૨૧ ની સારી કામગીરી બદલ વિવિધ કેટેગરીમાં ૩૦ થી વધુ રીવોર્ડ અને રેકગનેશનથી સન્માનીત કરવામાં આવ્યા.

નિમાયેલ પ્રતીનીધીઓ દ્વારા સંસ્થાના પૂર્વ પ્રમુખો અને જેસી સભ્યોનો આભાર માન્યો હતો, આ તકે જેસીઆઇ ભરૂચના જેસી અંગીરસ શુકલા, જેસી સુનીલ નેવે. જેસી ચીરાગ શાહ, જેસી શીતલ નેવે, જેસી સંકેત શાહ, જેસી ઉર્વીશાહ, જેસી હર્ષીત શાહ, જેસી હીમાની શાહ, જેસીરેટ ચંદ્રિકા પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભૂલો માટે માફીની ચાહનાનું રમજાન માસમાં ખાસ મહત્વ.ઈદ એટલે ઇનઆમ(ઈનામ) નો દિવસ…

ProudOfGujarat

રાજકોટના શાસ્ત્રીનગરમાં ઘરે કામ કરવા આવેલ કારીગર હાથફેરો કરી ફરાર.

ProudOfGujarat

સુરત : સંતોષ બની ગયો અબ્દુલ્લાહ : ધર્મ પરિવર્તનનો આંખ ખોલતો કિસ્સો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!