રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિતે રેલીનું કચ્છ જિલ્લાના લખપત ખાતેથી પ્રસ્થાન કરાયું હતું. ૩૧ ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના એક ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા યોજાયેલ મોટરસાયકલ રેલી વડોદરા કરજણથી પાલેજ નેશનલ હાઇવે ચોકડી પર આવી પહોંચતાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રેલીઓ અલગ અલગ રાજ્યોમાંથી પસાર થઈ લોકોને આઝાદીના અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા અંગે જનજાગૃતિ કરી તમામ રેલીઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રિત થશે. એક રેલી ૧૯ મી ના રોજ કચ્છના લખપતથી પ્રસ્થાન થઈ હતી જે આજરોજ વડોદરા થઈ કરજણ હાઇવે થઈ પાલેજ હાઇવે ચોકડી પર આવી પહોંચી હતી. ગુજરાત પોલીસની મોટરસાયકલ ઇન્ચાર્જ બી એમ દેસાઈ રેલીમાં સાથે અધિકારી પી.આઈ.આઈ બી.કે જોશી, .પી.એસ.આઈ રાજેશ આલ સ્વાગતમાં ભરૂચ જિલ્લાના ડી વાય એસ પી નાયક દ્વારા એકતા રેલીનું સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
પાલેજ ખાતે પાલેજ ગ્રામ પંચાયત સરપંચ નસીમ બાનું સલીમ વકીલ તાલુકા સદસ્ય સલમાબેન જોલી તેમજ ઉપસરપંચ સલીમ વકીલ, વીરેન્દ્ર ગોહિલ સદસ્યો પાલેજ શાળાની બાળાઓએ રેલીનું ફૂલથી સ્વાગત કર્યું હતું.
પાલેજ પી.આઈ રજીયા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં. મોટરસાયકલ રેલીને ઉપસ્થિત આગેવાનોએ ફ્લેગ ઓફ આપી આગળનાં સ્થાને રવાના કરાઈ હતી. અહીંથી રેલી ભરૂચ અંકલેશ્વર કામરેજ બારડોલી અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે પહોંચશે. આ ૩૧ ઓક્ટોબરનાં રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
યાકુબ પટેલ, ભરૂચ
કેવડિયા જઈ રહેલી બાઇક રેલીનું ભરૂચ જિલ્લાનાં પાલેજમાં સ્વાગત કરાયું.
Advertisement