Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના હલદરવા ગામ નજીક આવેલા જીઇબી ના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી રૂપિયા ૩૩ લાખ ઉપરાંતના સામાનની ચોરી થતા ચકચાર મચી.

Share

ભરૂચના હલદરવા ગામ નજીક આવેલા જી ઇ બી ના ખુલ્લા કમ્પાઉન્ડમાં મૂકેલા આઇ.સો.લેટર સામાનની કોઇ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી પલાયન થઇ જતા નબીપુર પોલીસ મથકમાં ફરીયાદ નોધાવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હલદરવા ગામ નજીક આવેલા જીઇબી ના સામાન રાખવાના ખુલ્લા કમ્પાઉન્ડમાં બનાવેલા પ્લેટફોર્મ ઉપર આઇ.સો. લેટર સામાન મૂકેલો હતો. જે સામાનની ગત તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૪ ઓકટોબર ૨૦૨૧ દરમિયાન કોઇ પણ સમયે કોઇ અજાણ્યા ચોર ઈસમે કમ્પાઉન્ડમાં પ્રવેશી કમ્પાઉન્ડમાં મૂકેલા આઇ. સો. લેટર સામાન જેની કુલ કિંમત રૂપિયા ૩૩,૩૦,૧૩૨ થાય છે તે સામાનની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. ઘટના સંદર્ભે ગતરોજ વર્ષાબેન સુરેન્દ્રસિંહ ગંભીર સિંહ વાસદિયા હાલ રહે. શુકલતીર્થ તા. જિ. ભરૂચ મુળ રહે. શીવાણ તા.ઓલપાડ જિ. સુરત નાઓએ નબીપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

યાકુબ પટેલ, ભરૂચ


Share

Related posts

ભરૂચ જીલ્લા પોલીસ તથા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ભરતીનો આરંભ…..

ProudOfGujarat

જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન 11 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કરતાં મોત

ProudOfGujarat

માંગરોલ તાલુકાની નાની નરોલી વેલફેર હાઈસ્કૂલનું ધોરણ 10 નું 91% ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!