ભરૂચના નંદેલાવ સ્થિત ગરીબ નવાઝ સોસાયટી પાસે રકતદાન શિબિર યોજાઇ હતી. આયોજિત રકતદાન શિબિરમાં રક્તદાતાઓએ રકતદાન કરી સમાજને એક અનુપમ સંદેશ આપ્યો હતો. રક્ત એ એક એવી અમુલ્ય વસ્તુ છે કે જે કોઇ અક્સ્માત અથવા અન્ય કોઇ આકસ્મિક ઘટના સમયે ખુબ જરૂરી બની જાય છે. અમુક સમયે રક્ત ન મળવાને કારણે માનવી મોતના મુખમાં ધકેલાઈ જાય છે.
ત્યારે આકસ્મિક ઘટનાઓમાં રકતની ઉણપ ન સર્જાય એ માટે સમયાંતરે રકતદાન શિબિર આયોજિત થતી હોય છે. ત્યારે એક શુભાશય સાથે રવિવારના રોજ ફૈઝ યંગ સર્કલ, ભરૂચ દ્વારા નંદેલાવ ખાતે રકતદાન શિબિર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ૩૫ જેટલા રક્તદાતાઓએ રકતદાન કર્યું હતુ. સમગ્ર કાર્યક્રમ સૈયદ વાહીદ અલી બાવા સાહેબની હાજરીમાં સંપન્ન કરાયો હતો. આયોજિત રકતદાન શિબિરમાં ડૉ. જે. જે. ખીલવાની, સ્નેહા રાવલે રક્તદાતાઓ પાસેથી રક્ત મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને આગેવાનો મહેબૂબ ભાઈ ગરાસિયા, સલીમ ભાઈ રાઠોડ, શકીલ ભાઈ કુરેશી તેમજ ફૈઝ યંગ સર્કલનાં યુવાનોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ તાલુકાનાં નંદેલાવ ખાતે ફૈઝ યંગ સર્કલ દ્વારા રકતદાન શિબિર યોજાઇ.
Advertisement