Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ ને.હા ૪૮ પર અકસ્માતે પલ્ટી મારેલ ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ : સદનસીબે કોઈ જાનહાની નહિ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ને.હા ૪૮ પર આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે ગત રાત્રીના સમયે એક ટ્રકને અકસ્માત નડતા તે પલ્ટી મારી હતી જે બાદ અચાનક ટ્રકની અંદરના ભાગે સ્પાર્ક થતા જોતજોતામાં આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

અકસ્માતની ઘટના બાદ લાગેલ આગ અંગેની જાણ ભરૂચ નગરપાલીકાના ફાયર વિભાગમાં કરવાના આવતા ફાયરના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ઓલવતા સ્થળ પર ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મહત્વની બાબત છે કે રાત્રીના સમયે અચાનક સર્જાયેલ અકસ્માતના પગલે એક સમયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે પોલીસ વિભાગના કર્મીઓએ સ્થળ પર દોડી જઈ અકસ્માત બાદ પલ્ટી મારેલી ટ્રકને રસ્તાની સાઈડ ઉપર કરી માર્ગને ખૂલ્લો કરી ટ્રાફીકને હળવો કર્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડીયા પોલીસ દ્વારા માસ્ક નહિ પહેરનાર પાસે દંડ વસુલ કરી ત્યારબાદ માસ્ક આપી ઝઘડીયા પોલીસની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો, ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 25 ફૂટે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉધ્યોગોમાં હજુ દિવાળીનો માહૌલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!