

જાણવા મળ્યા મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ બપોર ના સમયે અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે મચ્યો હતો…તો બીજી તરફ સમગ્ર બનાવ અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશ્કરો એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવતા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે સમગ્ર ઘટના ક્રમ મામલે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા લોક જાગૃતિ અર્થે મોકડ્રીલ કરી હતી……..
જેમાં અલગ અલગ ઇમરજન્સી બનાવો અંગે ક્યા પ્રકાર ની તકેદારી રાખવી તે અંગે નું માર્ગદર્શન સિવિલ હોસ્પિટલ ના તંત્ર ને તેમજ ઉપસ્થીત લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા…અને અપાત કાલિન ઘટના ઓ સામે રક્ષણ અંગે નું માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું……….
