Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ચેક રિટર્ન કેસમાં ફરિયાદીનાં ખાતામાં ઓછી રકમ જમા કરાવી છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરી બચાવ લીધેલો જે કોર્ટે અમાન્ય ગણી તેને સજા કરી.

Share

ભરૂચના પ્રાર્થના વિદ્યાલય પાસે રહેતા પરેશ મોહન પીલુદરિયાએ મિત્રતાના દાવે આપેલ રૂપિયા 3,00,000/- ની છેતરપિંડી અને ચેક રિટર્ન થતાં ભરૂચના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિ મેજીસ્ટ્રેટ પી.એલ.પટેલની કોર્ટે આરોપીને 1 વર્ષની કારાવાસની સજા તેમજ રૂપિયા 2,00,000/-નું વળતર ફરિયાદીને 2 મહિનાની અંદર જ ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરમાં પ્રાર્થના વિદ્યાલય પાસે રહેતાં પરેશ મોહનસિંહ પીલુદરિયા કે જેમને પોતાના મિત્ર (આરોપી) રાજેશભાઈ હસમુખભાઈ પટેલ રહે, રાધાકૃષ્ણ સોસયટી મકતમપુર, ઝાડેશ્વરને હાથ ઉછીના (લોન) પેટે રૂ.3,00,000/- ની રકમ આપેલ હતી જેમાં મિત્રતાને કારણે ટૂંક સમય માટે પરત લેવાના ઇરાદે રકમ આપવામાં આવી હતી. જેમાં પૂરા 3 લાખ રૂપિયાનો ચેક તા. 21/08/2009 ની તારીખનો રાજેશભાઈના અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યો હતો. જેમાં પરેશભાઈએ તે ચેક તા. 21/08/2009 ના રોજ પોતાના ઇન્ડીયન ઓવરસીઝ બેન્ક ભરૂચ શાખાના ખાતામાં જમા લેવા માટે રજૂ કરતાં તે રાજેશભાઇ પટેલના ખાતામાં ફંડઝ ઇનફિશિયન્ટના રીટર્ન મેમા સાથે પરત થયો હતો.

Advertisement

જેમાં રાજેશભાઈ દ્વારા ચેકની રકમ જમા કરવાને બદલે માત્ર રૂ. 1,10,000/- જમા કરાવેલ હતા જે અંગે કેસ ભરૂચના બીજા એડીશનલ ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ પી.એલ.પટેલ કોર્ટમાં રજૂ કરાયો હતો અને આરોપી રાજેશભાઈને 1 વર્ષની કારાવાસ જેલ તેમજ 2,00,000/- નું વળતર પરેશભાઈને 2 મહિનાની અંદર ચૂકવવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

નડિયાદ સી.બી પટેલ આર્ટસ કોલેજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.

ProudOfGujarat

કરૂણા અભિયાન ૨૦૧૯ હેઠળ પશું પંખી અંગે ખાસ સુરક્ષા અને સારવારની વ્યવસ્થા ……

ProudOfGujarat

અંકલેશ્વરઃ માંડવા ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા 6 ખેલીઓ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!