૭૫ વર્ષ આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સંયુક્ત ઉપક્રમે કપાસ પાક પરિસંવાદ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડૉ. ઝેડ.પી.પટેલ, કુલપતિ, ન. કૃ.યુ , નવસારી અતિથિ વિશેષ, ડૉ. એસ.આર. ચૌધરી, સંશોધન નિયામક, ન.કૃ. યુ, નવસારી, ડૉ. એમ. સી. પટેલ, સંશોધન વૈજ્ઞાનિક, મુખ્ય સંશોધન કેન્દ્ર કપાસ, સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા એમ. એમ. પટેલ અને ચાસવડ ગામના સરપંચ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કૃષિ ક્ષેત્રમાં કપાસ પાકનું મહત્વ, કપાસ પાકની આધુનિક ખેતી પદ્ધતિ અને કપાસમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન વિશે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંશોધન નિયામક દ્વારા ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા ચાલતા વિવિધ સંશોધન કેન્દ્ર, કૃષિ શિક્ષણ અને વિસ્તરણ પ્રવૃતિઓ વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું, માનનીય કુલપતિ દ્વારા ખેડૂતોને ખેતીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી, ખેતીમા ખર્ચ ઘટાડી વધુ નફો અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરવા જણાવ્યું અને ક્પાસના સંશોધન વૈજ્ઞાનિક ક્પાસની નવસારી કૃષિ યુનિવર્સિટીથી શોધાયેલી જાતો વિષે અને ક્પાસમા આવતા પ્રશ્નો વિષે માહીતગાર કર્યા હતા.
એન.એફ.એસ.એમ (NFSM) વાણિજ્યક પાક આઇ.આર.એમ (IRM) ગુલાબી ઇયળ નિયત્રણ પ્રોજેક્ટ અંતર્ગત કપાસની અવસ્થા ધ્યાનમા રાખીને ફેરોમોન ટ્રેપમા પકડાતા ફુદાની સંખ્યા, ક્પાસની ગુલાબી ઇયળના ઇંડાના પરજીવી ભમરી ઉપયોગ કરવા માટે ખેતેરમા નિદર્શન રાખેલા છે.
નેત્રંગ : મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સંયુક્ત ઉપક્રમે કપાસ પાક પરિસંવાદ યોજાયો.
Advertisement