આહીર સમાજના આગેવાનો દ્વારા આવનાર 24 તારીખે દ્વારકા ખાતે ધ્વજા આરોહણનો કાર્યક્રમ છે જેને અનુસંધાને ભરૂચ અને અંકલેશ્વરના આહિર સમાજના આગેવાનો દ્વારા સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુને પત્રિકા આપી નિમંત્રણ પાઠવ્યું હતું.
નૂતન ધ્વજા આરોહણ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ખાસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું રક્તતુલાથી સન્માન કરવામાં આવશે. નુતન ધ્વજા આરોહણ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.
અખિલ ભારતીય આહીર સમાજ દ્વારા દેવભૂમિ દ્વારકામાં ધ્વજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું રક્તતુલા કરી તેમનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં આહિર સમાજના લોકો હાજર રહેશે અખિલ ભારતીય આહીર સમાજ દ્વારા આગામી તારીખ 24 /10/ 2021 ના રોજ દેવભૂમિ દ્વારકા માં ધ્વજા આરોહણનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વસતા આહિર સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર દેવ ભુમી દ્વારકા છે ગુજરાત પ્રદેશ મંત્રી રઘુ હુંબલ ધ્વજ આયોજન સંકલન સમિતી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફોર્મ અને રક્તતુલાથી સન્માન કરવામાં આવશે. તા. 24 ના રોજ સવારે આઠ વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે, કેમ્પમાં સમાજના યુવાનો રક્તદાન કરશે તેમજ બપોરે 3:00 કલાકે પૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, સાંજે પાંચ કલાકે ધ્વજા આરોહણ થશે ત્યારબાદ સ્વાગત યાત્રા નીકળશે અને સાંજે 6:00 કલાકે સંકલ્પ સમારોહ યોજાશે. રાત્રે 08:00 કલાકે ભોજન સંભારમનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે 9:30 કલાકે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરનો ભવ્ય લોકડાયરો યોજાશે. કાર્યક્રમમાં સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહેશે ત્યારે આ કાર્યક્રમમાં સાક્ષી બનવા માટે ભરૂચ, અંકલેશ્વર, સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આવનાર 23 તારીખે સુરતથી 200 કાર તથા અંકલેશ્વર ભરૂચથી 25 કાર દેવભૂમિ દ્વારકા જવા રવાના થનાર હોય જેઓનું ભરૂચના સનાતન ધર્મના ગાડી પતિ સોમદાસ બાપુ દ્વારા અંકલેશ્વર ખાતે તમામ કારચાલકોને લીલી ઝંડી બતાવી કારચાલોને પ્રસ્થાન કરાવશે. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો સમગ્ર ગુજરાતભરમાંથી દેવભૂમિ દ્વારકા પહોંચશે.