Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ એકસાલ ગામ નજીક બે બાઇકને બસ ચાલકે અડફેટે લેતા એકનું મોત નીપજ્યું એકની હાલત ગંભીર.

Share

આજરોજ દહેજ એકસાલ ગામ નજીક બે બાઈક ચાલકને એક બસ ચાલકે અડફેટે લીધા હતા. અજંતા ફાર્મા કંપની નજીકના બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સર્જાતા બાઇક ચાલક એકનું મોત થયું હતું અને અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માત સર્જાતા રાહદરીઓએ 108 ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

આજરોજ સવારના સમયે ભરૂચથી દહેજ તરફના એકસાલ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહીતી અનુસાર બે બાઈક ચાલકને એક બસ ચલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા અડફેટે લીધા હતા. તે સમયે ગંભીર રીતે જમીન પર પટકાતા બાઈક સવારો પૈકી એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજયુ હતું અન્ય એકને માથા અને હાથ પગ સહીત અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને થોડી જ ક્ષણોમાં વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા પાલિકા દ્વારા મધરાત્રિ એ ઓપી રોડ પરના બે મંદિર તોડી નાંખતા ટીમ રિવોલ્યુશન દ્વારા મંદિર બનાવાનું કામ શરૂ કરાયું.

ProudOfGujarat

ગાંધીનગર : ગૃહમંત્રીએ એક બાળકના કારણે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા

ProudOfGujarat

બદલાઈ ગયો જૂનો નિયમ, હવે RBIના વ્યાજ દરો ઘટાડતાં જ ઓછો થઈ જશે તમારો EMI..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!