Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : પાનોલી ખાતે ફૂટબોલ ચેમ્પિયન ટૂર્નામેન્ટમાં નબીપુરની ટીમે ચાલુ વર્ષમાં પાંચમું ટાઇટલ જીત્યુ.

Share

ભરૂચ જિલ્લાના પાનોલી ખાતે ભરૂચ જિલ્લા કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આમાંથી નબીપુર અને પાનોલીની ટિમો વચ્ચે ગત રવિવારના રોજ ફાઇનલ મુકાબલો યોજાયા હતો. મેચ ખુબ જ રોમાંચક રહી હતી અને નિર્ધારિત સમયમાં બંને ટીમો ગોલ વિહોણી રહી હતી.

જેથી મેચના પરિણામ માટે પેનલ્ટી સૂટાઆઉટ આપવામાં આવ્યું હતું જેમાં નબીપુરની ટીમે 3 ગોલ અને પાનોલી ની ટીમે 0 ગોલ કરતા નબીપુરની ટિમ 3 વિરુદ્ધ 0 ગોલથી વિજેતા બની હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં ઉમદા ગોલ કિપિંગ કરવા બદલ નબીપુરના શાહીલ ઢોકળિયાને બેસ્ટ ગોલકીપર, ઉમદા મિડફીલ્ડર તરીકે નબીપુરના બિલાલ શર્મી તથા મેન ઓફ ધ મેચ માટે નબીપુરના ઝેડની પસંદગી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ રહી કે નબીપુરની ટીમે ચાલુ વર્ષે 5 મુ ટાઇટલ જીત્યું. આ જીતથી નબીપુર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને વિજેતા ટીમને અભિનંદન વર્ષા કરાઈ હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

અમદાવાદ-કર્ણાવતી કલબ નજીક કારમાં લાગી આગ-બે મહિલાનો થયો બચાવ…

ProudOfGujarat

રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેરમાર્ગ પર રોટ્રેક્ટ કલબે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.

ProudOfGujarat

ચોરીના 6 ગુનાનો ભેદ ઉકેલાયો : ભરૂચ એલસીબીએ ચોરીની ઘટનામાં સંડોવાયેલ સીકલીગર ગેંગના એક સાગરીતને ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!