ભરુચ પંથકમાં દિવસેને દીવસે દારૂના વેચાણનું કામ ઘણું વધવા પામ્યું છે ત્યારે બુટલેગરો પોતાના આર્થિક ફાયદા માટે કોઈ પણ રીતે કોઈ પણ જગ્યા પરથી કોઈ પણ અવસ્થામાં દારૂ વેચાણ માટે મંગાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય એક દારૂ નિષેધ રાજ્ય છે ત્યારે રાજ્યમાં દારૂ આવે છે ક્યાથી તે તપાસનો વિષય બને છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, જી.એન.એફ.સી. કંપનીના ગેટ પાસેથી ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 50 જેની કિમત રૂ. 28,000/- અને એક ફોર વ્હીલ ગાડી જેની કિમત 50,000/- મળીને કુલ 78,000/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને કાર ચાલક ઇમરાન મહમદ પટેલ ફરાર થયો હતો તેથી તેને શોધવાની તજવીજ હાથ ધરાઇ હતી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement