ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ સાહેબ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. પેગંબર મોહમ્મદના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. ત્યારે કોઈક જુલુસ કાઢીને તો લોકોની મદદ કરી અને ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. ઈદ એ મિલાદ-ઉન-નબીના પવિત્ર દિવસે કાદરી જબ્બારી ફાઉન્ડેશન દ્વારા ભરૂચમાં અનેક જગ્યાઓ પર ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, નારી સંરક્ષણ કેન્દ્ર, વડીલોનું ઘર, સિવિલ હોસ્પિટલ, સેવા યજ્ઞ સમિતિ, સેવાઆશ્રમ, દારુલ યતામાં, જુવેનાઈલ હોમ કુકરવાડા અનેક જગ્યાઓ પર ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisement