ઇદે મિલાદુન્નબી એટલે ઇસ્લામ ધર્મના દિવસે મુસ્લિમો દ્વારા નિયાઝો તેમજ જુલુસ કાઢી મોહમ્મદ સાહેબના મુએ મુબારક એટલે કે બાલ મુબારકની જિયારત કરાવવામાં આવે છે, પરંતુ કોવીડ-19 ની મહામારીને કારણે ગયા વર્ષે સદંતર જુલુસ મોકૂફ રાખવામાં આવ્યું હતું તો આ વર્ષે સરકારના પરિપત્ર અને કોવીડ-19 ની ગાઇડલાઇનની શરતી પરવાનગીને ધ્યાને લઇ દરેક વિસ્તારની મસ્જિદોમાં ધાર્મિક વિધિ અને સોશીયલ ડીસ્ટન્સનાં પાલન સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. દશેરા બાદ ઇદે મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપી છે.
આ વર્ષે ગુજરાતમાં ઇદે મિલાદ નિમિત્તે સરકારે જૂલુસ કાઢવા પર લીલીઝંડી આપતા ભરૂચમાં મુસ્લિમ બિરાદરો ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. ઇદે મિલાદ હોવાથી મસ્જિદો, ઘરોને રંગબેરંગી લાઇટોથી શરણગારવામાં આવી છે. ભરૂચમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને જુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી.
આ પર્વ ઉજવવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યુ હતું કે, ઇદે મિલાદના જુલુસમાં એક વાહન ઉપરાંત મહત્તમ વ્યક્તિઓ સામેલ થઇ શકશે. દિવસ દરમિયાન જ જુલુસનુ આયોજન કરી શકાશે. જે તે વિસ્તારમાં જ જુલુસ ફરી શકશે.આમ લોકોએ સરકારની ગાઇડલાઇનનું પાલન કર્યું હતું.