નેત્રંગમાં પ્રજપતિ સમાજની પ્રથમવાર સંગઠનને લઇને બેઠક યોજાતા મોટીસંખ્યામાં જ્ઞાતિના લોકો આનંદ ઉત્સાહના માહોલમાં એકત્ર થયા હતા.
નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાં પ્રજાપતિ સમાજ (હિન્દુ કુંભાર)ના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે ભરૂચ જીલ્લા પ્રજાપતિ સમાજ મંડળ છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી કાર્યરત થયેલ છે જેના હોદેદારો થકી સમાજના લોકો સંગઠીત થાય તે માટે પ્રમુખ અને કારોબારી સભ્યો તનતોડ મહેનત કરી રહ્યા છે. જેઓ જીલ્લાના દરેક તાલુકા કક્ષાએ જઇને સમાજના લોકોમાં સંગઠન શકિત પેદા થાય અને એકજુથ થઇને કાર્ય કરે તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ જીલ્લા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા નેત્રંગના જીનબજાર વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિરના ભવનમાં પ્રજાપતિ સમાજના આગેવાનોની પ્રથમવાર સંગઠનની ભાવનાને પ્રબળ બનાવવા બેઠક યોજાઇ હતી. જેમા મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના ભાઇઓ, બહેનોએ આનંદ ઉત્સાહના માહોલમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં અનેક મુદાઓ સહિત શિક્ષણના માધ્યમ અને ખેલકુદમાં બાળકો આગળ વધે તે બાબત પર ખાસ ભાર મુકવામા આવ્યો હતો.
નેત્રંગમાં પ્રજાપતિ સમાજની પ્રથમવાર સંગઠનની બેઠક યોજાઇ.
Advertisement