ગ્રામ્ય પંચાયતની ખુબ રહસ્યમય બાબતો જાણો કોણ સાચુ અને કોણ ખોટું
ભરૂચ જીલ્લાના ગ્રામ્ય વિસ્ર્તારોમાં પણ રાજકારણ ચરણ સીમાએ પહોંચી ગયું છે. રાજકીય કાવાદાવા થઇ રહ્યા છે ત્યારે તા.૨૬-૦૨-૧૮ નાં રોજ ઉપ સરપંચપદ બોરભાઠા બેટની ચૂંટણી ટેકેદારની બોગસ સહી કરવામાં આવી છે. તેવું આવેદનપત્ર નામદાર કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. જ્યારે આજે તારીખ ૨૭-૦૨-૧૮ નાં રોજ તેની વિરુદ્ધનું આવેદનપત્ર જીલ્લા કલેકટરને પાઠવાતા વાતાવરણ ગરમાવો આવી ગયો છે. તારીખ ૨૭-૦૨-૧૮ ના રોજ બોરભાઠા બેટ ગામના રહીશોએ પાઠવેલ આવેદનપત્ર માં જણાવેલ છે કે તારીખ ૨૩-૦૨-૧૮ નાં રોજ બોરભાઠા બેટ ગામની પંચાયત ઓફિસમાં ઉપ સરપંચ ની વરણી કરવાની હતી તે અંગે ચૂંટણીનિરિક્ષક તરીકે નાયબ ટી.ડી.ઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસરપંચ તરીકે પ્રફુલભાઈ કાશીરામ પટેલએ ઉમેદવારી કરી હતી. તેમના ટેકેદાર તરીકે શ્રીમતી રીનાબેન જયંતીભાઈ પટેલે સહી કરી હતી. જ્યારે તેમની સામે ધર્મેશ નારણભાઈ પટેલ હતા અને તેમના ટેકેદાર પૂનમ ભાઈ મંગુભાઈ પટેલ હતા આ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ધર્મેશભાઈ પટેલ હારી જાય તેવા સંજોગો હતા તેથી ધર્મેશભાઈ પટેલ તથા તેમના ટેકેદાર પૂનમ ભાઈ પટેલે બહાર થી એમના માણસોને બોલાવી ચૂંટણી પ્રક્રિયા થવા દીધી ન હતી અને ચૂંટણી અધિકારી સાથે પણ ગેરવર્તન કર્યું હતું. તેમજ પોલીસની હાજરી હોવા છતાં ચૂંટણી પર્ક્રીયા થવા દીધી નથી.
આવેદનપત્રમાં ધર્મેશભાઈ અને પૂનમ ભાઈ ખુબ જ માથાભારે હોવાનું આક્ષેપ કરવામાં આવેલ છે. જેથી ઉપ સરપંચની ચુનતાને પર્ક્ક્રીયા ફક્ત ચૂંટાયેલા સભ્યની હાજરીમાં નિષ્પક્ષ રીતે થાય તેવી માંગણી આવેદનપત્રમાં કરવામાં આવી છે. આમ સામ સામે આવેદનપત્ર પાઠવાતા બોર ભાઠા બેટના ગામનું રાજકારણ ગરમાયું છે. આ બાબતે કોણ સાચું અને કોણ ખોટું ? તે તો આવનારો સમય જ કહેશે.