Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : ખરાઠા ગામે પત્ની સાથેના આડા સબંધ રાખનાર પ્રેમીની હત્યા કરાઇ.

Share

નેત્રંગના ખરાઠા ગામે પત્ની સાથેના આડા સબંધ રાખનાર પ્રેમીની હત્યા કરનાર પતિની પોલીસ ધરપકડ કરી જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.

નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ખરાઠા ગામના મંછીભાઇ કોટવાલભાઇ વસાવાની (ઉ.૩૦) પત્ની સાથે ખરાઠા ગામના જ ગોવિંદભાઇ જગુભાઇ વસાવા (ઉ.૩૦) સાથે આડોસબંધ હતો. જેની શંકા-વહેમ જતાં મંછીભાઇ કોટવાલભાઇ વસાવાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ગોવિંદભાઇ જગુભાઇ વસાવાના બંને પગ પકડીને ઘરમાં ઘસેડીને લઇ જઇને કોઈ હથિયાર વડે કે કોઇપણ રીતે નાક-માથા અને શરીરના જમણા ભાગે મુંઢ ઇજાઓ પહોંચાડી હત્યા કરી નાખી હતી. ગમખ્વાર ઘટનની જાણ પરીવારન સભ્યો અને ગ્રામજનોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતે મરણજનાર ગોવિંદભાઇ જગુભાઇ વસાવાના ભાઇએ નેત્રંગ પો.સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. પોલીસ બનાવની ગંભીરતા જાણી ગુનો નોંધી મંછીભાઇ કોટવાલભાઇ વસાવા ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને જેલભેગો કરી દેવામાં આવ્યો હતો. આગળની તપાસ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક મળશે

ProudOfGujarat

આજરોજ ભરૂચ BSNL Officeના કર્મચારીઓ પોતાની કેટલીક માંગણીઓ ના નિરાકરણ માટે આજથી ત્રણ દિવસની હડતાલ ઉપર ઉતર્યા છે…

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં કેલોદ ગામ ખાતેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!