સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આશાવર્કર તેમજ ફેસિલેટર વર્કર બહેનો માનવતાની દૂત બનીને માર્ચ 2020 થી આજદિન સુધી ગુજરાતની કરોડો જનતાને કોરોના કહેરથી બચાવવા ખડે પગે સતત કાર્યશીલ છે.
કોરોના કાળમાં બહેનોએ સલામતિના સાધનો અને સુવિધાઓમાં અભાવ વચ્ચે પણ પોતાનો અને પરિવારના જીવને જોખમ્મા મૂકીને સતત જનતાની સેવા કરી હતી. આ દરમિયાન અનેક આશાવર્કર તેમજ ફેલીલેટર વર્કર બહેનો ખુદ કોરોનાની ઝપેટમાં આવી ગયેલ હતી. આવા જીવલેણ સંજોગોમાં રાષ્ટ્રહિતમાં સરકારના આરોગ્ય વિભાગ સાથે ખભેથી ખભો મિલાવીને પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
પરંતુ આરોગ્ય વિભાગનું પાયાનું કામ કરનાર આશાવર્કર તેમજ ફેસિલેટાર બહેનોમે જુલાઈ 2020 થી ઓક્ટોબર 2021 સુધીનું કોરોના ભથ્થું ચૂકવાયું નથી ત્યારે ગુજરાત સરકાર અને અધિકારીઓએ ગરીબ બહેનોને 6 મહિનાથી 50% વધારો પણ ચૂકવ્યો નથી ત્યારે મહિલાઓને તાત્કાલિક ભથ્થું ચૂકવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી.
ભરૂચ : કોરોનાનું ભથ્થું તાત્કાલિક ધોરણે ચૂકવવા મહિલા શક્તિ સેનાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું.
Advertisement