ભરૂચ પાંચબત્તીથી મહંમદપુરા તરફ જતા બિસ્માર મુખ્ય માર્ગનું પેવર મશીનથી કાર્પેટિંગની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જેમાં પાલિકા પ્રમુખ અને વિપક્ષ નેતા સ્થળ પર આવી કામગીરીની ગુણવત્તાનું નિરીક્ષણ કર્યું હતું.
વરસાદ હવે સંપૂર્ણપણે પૂરો થઇ ગયો છે અને ભરૂચની જનતા તેમજ વિપક્ષની વારંવાર રજૂઆત કર્યા બાદ હવે રસ્તાના પેચવર્કનું કામ હવે હાથ ધરવામાં આવ્યું છે. રસ્તાઓની હાલત ઘણી દયનીય બની ચુકી હતી જેથી લોકો ઘણા ત્રસ્ત થઇ ગયા હતા,લોકોના શરીરમાં દુ:ખાવા તેમજ વાહનોમાં નુકશાનનું પ્રમાણ વધી ગયું હતું તેથી લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુમાં જ્યાં ત્યાં મસમોટા ખાડા પડી ગયા હતા જેથી અકસ્માતનો ભય પણ વધી ગયો હતો.
જેથી પાલિકા તંત્રએ કામગીરી હાથધરી છે. રસ્તાઓ પર પેચવર્ક કામ શરુ કરાવ્યું છે અને તેઓ રૂબરૂ હાજર રહી અને રાત્રીના સમયે કામગીરી કરાવી રહ્યા છે ત્યારે વિપક્ષ નેતા સ્થળ પર આવી કામગીરીની ગુણવત્તાનું નિરક્ષણ કર્યું હતું અને ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા તમામ બિસ્માર રસ્તાઓનું પેચવર્ક કરવાનું જણાવ્યું હતું.