આજરોજ વાલિયાના ડહેલી ગામ નજીક હાઈવા ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા પિતા-પુત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જેમાં હાઈવા ચાલકે બાઈકને અડધો કિલોમીટર સુધી ઘસડી હતી. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર, દંપતી અને તેઓનો પુત્ર અંકલેશ્વર ખાતે દિવાળી આવી રહી હોય અને ખરીદી કરી પરત મોતિપરા તેઓના ગામ ખાતે જતા હતા તે સમયે સાંજના સમયે ડહેલી ગામ નજીક કિમ નદી પાસે સામેથી યમદૂત બનીને આવેલ હાઈવા ટ્રક ચાલકે અડફેટે લઈ અડધો કિલોમીટર ઘસડી લઈ ગયેલ જેમાં પિતા-પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને પત્નીને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને વાલિયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે બાદ વાલિયા પોલીસે હાઇવા ચાલાક અંગેની વધુ તપાસ હાથ ધરી છે.