Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહિલા સશક્તિકરણ અને અંગદાનની જન જાગૃતિ માટે વુમન્સ કાર રેલીનું આયોજન કરાયું.

Share

મહિલા સશક્તિકરણ અને અંગદાનની જન જાગૃતિ માટે રોટરી ડિસ્ટ્રીક્ટ 3060 વુમેન્સ કાર રેલીનું આયોજન રોટરી ક્લબ ઓફ રાજકોટ અને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા નર્મદા નગરી દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર રેલી રાજકોટથી અમદાવાદ અને બીજી સાઉથ ગુજરાતના ક્લબોની ભરૂચથી અમદાવાદ માટે નીકળી હતી. રોટરી ક્લબના મહિલા સભ્યો દ્વારા કુલ 29 મહિલા કાર ચાલાક તથા સભ્ય ટીમોએ ભાગ લીધો હતો. ભરૂચ ખાતેથી આ કાર રેલીને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પીડીજી પરાગ શેઠ દ્વારા ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે રોટરી ક્લબ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ નિર્મલસિંહ યાદવ, રોટરી મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ ડિસ્ટ્રીક્ટ પૂનમ શેઠ, ક્લબના સભ્યો ધ્રુવરાજ, સેક્રેટરી વિજયભાઈ ચૌહાણ તેમજ ભરૂચ રોટરી વિભાગ ક્લબના પ્રમુખ ડો. વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ જીલ્લામાં વધુ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ આંક 521 થયો.

ProudOfGujarat

ભરૂચ : આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા યોજાયેલ કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા.

ProudOfGujarat

માવઠાથી થયેલ પાક નુકશાનીના વળતર માટે ઉમરપાડા કોંગ્રેસની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!