Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પ્રધાનમંત્રીની “સુકન્યા સમૃદ્ધિ યોજના” નો લાભ થકી 21 બાળકીઓને ₹ 1000 હજારના ખાતા ખોલાયા

Share

ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા દિવ્યાંગ, કોરોનામાં માતાપિતા અથવા બે માંથી એક ગુમાવનાર, અને આર્થિક રીતે પછાત બાળકીઓના ખાતામાં ડિપોઝીટ કરવામાં આવ્યા હતા .

ભરૂચ જિલ્લાની સામાજિક કાર્યોમાં અગ્રણી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સર્વે કરાયો હતો. જેમાં ભરુહ ભાજપા દ્વારા 1000 બાળકીઓ માટે 10 લાખની રકમ ફાળવવામાં આવી છે. જેમાં 10 વર્ષથી નીચેની દિવ્યાંગ બાળકીઓ, કોરોનામાં માતાપિતા ગુમાવ્યા હોઈ એવી બાળકીઓ, આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોઈ તેવી બાળકીઓને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની “સુકન્યા સમૃદ્ધિ યોજના” નો લાભ અપાવવા માટે આયોજનબદ્ધ રીતે 1000 બાળકીઓને આ યોજનાનો લાભ મળે તે હેતુસર આજરોજ પ્રથમ બેચમાં 21 બાળકીઓને આ યોજનાનો લાભ પૂર્વ પ્રદેશ મહામંત્રીના ભરતસિંહ પરમારના હસ્તે આપવામાં આવ્યો હતો. આ યોજના નો લાભ અત્યાર સુધીમાં 10વર્ષની નીચેની ઉંરની 1000 બાળકીઓને હાલ તો આપવામાં આવશે. તેમજ 2022 માં 17 સપ્ટેમ્બર ના રોજ 72 માં જન્મદિવસ સુધી સતત વધુમાં 7200 જેટલી બાળકીઓને લાભ આપવાના પ્રસાયો કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપાના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મંત્રી નિશાંતભાઈ મોદી, ભરૂચ નગર પાલિકાના પ્રમુખ અમિતભાઇ ચાવડા, બક્ષીપંચ મોરચના પ્રદેશ કારોબારી સભ્ય કેતનભાઈ ભાલોદવાલા સહિત અસ્મિતા વિકાસના પ્રમુખ યશવંતભાઈ પટેલ, મેનેજીંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ, આચાર્ય મનીષાબેન ત્રિવેદી અને રાજેન્દ્રભાઇ પારેખ સહિત 21 બાળકીઓને વાલીઓએ હાજરી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ને.હા. નં. 48 પાલેજ નજીક 3 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ઉમરપાડા આદિવાસી સમાજ યુવા કાર્યકરોએ વ્યારામાં આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવકને ફાંસી આપવાની માંગ કરી ઉમરપાડાનાં મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું.

ProudOfGujarat

લીંબડી નિલકંઠ વિદ્યાલયને સ્વચ્છતા સર્વેક્ષણ 2023 એવોર્ડ પ્રાપ્ત થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!