Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નેશનલ હાઇવે પર અસુરીયા ગામ નજીક કન્ટેનર પાર્ક કરી ઊંઘી ગયેલા ચાલકના 10.54 લાખના માલસામાનની ચોરી કરી ચોર ફરાર.

Share

ભરૂચ નેશનલ હાઇવે પર અસુરીયા ગામ નજીક પાર્ક કરેલ કન્ટેનર તસ્કરો દ્વારા તોડી અંદર રહેલા સાડીનો જથ્થો તેમજ મનીશનના પાર્ટ મળી કુલ 10,54,926/- લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. નબીપુર પોલીસે ચોરી અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ગત તારીખ 9 મી ઓક્ટોબરના રોજ કન્ટેનર નંબર MH 48 AG 3735 માં કુરિયરનો સામાન સોનલે ભીવાડી થાને મહારાષ્ટ્રથી ભરીને નીકળેલ હતો અને તેમાં બીજો સામાન સુરત ખાતેથી ભરેલ હતો. જેને તીવરા પ્રાઇવેટ લિમિટેડ અસલાલી અમદાવાદ ખાતે ખાલી કરવાનો હતો. જેમાં મઘરાત્રીએ કામરેજ ટોલટેક્ષ પસાર કર્યા બાદ તેઓને ઊંઘ આવવા લાગતા તેઓ ભરૂચ ટોલટેક્ષ પાર કરી અને લગભગ બે વાગ્યાના અરસામાં કન્ટેનર સાઈડમાં લગાવી સુઈ ગયા હતા. તેઓ સવારે છ વાગે ઉઠીને જોતા પાછળના શીલ તૂટેલી અવસ્થામાં હતા અને અંદર પડેલ સામાન વેર વિખેર કરી અને પાર્સલના પેક તોડેલા હતા. જેમાંથી કુલ 10,54,926/-નો મુદ્દામાલ ચોરી થયો હતો. આ અંગે નબીપુર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સરસપુરમાં ‘નાથ’ નું મહારાષ્ટ્રીયન વસ્ત્રો-આભૂષણો સાથેનું મામેરું ભરાયું : ભગવાનના મામેરામાં 35 લોકો હાજર રહેશે.

ProudOfGujarat

સુરતમાં બેરોજગાર બનેલા મહેશ યાદવે બેંક ઓફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી લીધો

ProudOfGujarat

આગામી રથયાત્રાના તહેવાર નિમિત્તે ભરૂચ ના ફુરજા દત્ત મંદિર ખાતે રથ યાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ હતી…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!