ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ મોંઘવારીના વિરોધમાં શ્રવણ ચોકડી ખાતે મોંઘવારી રૂપી રાવણના દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મોંઘવારીરૂપી રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતું. વિરોધ પ્રદર્શન કરનાર કોંગી આગેવાનોની પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસે શ્રવણ ચોકડી પાસે મોંઘવારી રૂપી રાવણનું દહન કરવામાં આવ્યું હતું. દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસમાં ધરખમ ભાવ વધારો થતા કોંગ્રેસનો અનોખો વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. જેમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણા, શહેર પ્રમુખ તેજપાલ શોખી, શેરખાન પઠાણ, જિલ્લા મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી સહિતના આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી.
અગાઉ પણ કોંગ્રેસ સમિતિ દ્વારા સતાધારી પક્ષને જાગૃત કરવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રેલીઓ યોજવામાં આવી હતી, પાંચબત્તી સર્કલ પર વધતા જતા રાંધણગેસના ભાવ સામે બળતણનો ઉપયોગ કરીને ચા બનાવી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો તે બાદ વધતા પેટ્રોલ ડિઝલ સામે સાઇકલ રેલી પણ યોજવામાં આવી હતી પરંતુ તંત્ર હાલ સુધી એકનું બે થયું નથી.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતા જતા ભાવ વધારા સામે મોંઘવારી રૂપી રાવણનું દહન કરાયુ.
Advertisement