Proud of Gujarat
FeaturedGujaratINDIA

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિ. વટારીયામાં શાસ્ત્રોક્ત વિધિ યોજાઈ.

Share

શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લિ. વટારીયામાં આગામી પીલાણ સીઝન માટે બોઇલર પ્રજવલન વિધિ સંસ્થાના ચેરમેન કરસનભાઈ પટેલના સાનિધ્યમાં આજરોજ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા યોજવામાં આવી હતી. સંસ્થાના ડિરેક્ટર રાકેશકુમાર સાયનિયા દ્વારા શાસ્ત્રોક વિધિ દ્વારા પૂજા કરી બોઇલર પૂજાવિધિ કરવામાં આવી હતી.

સંસ્થા ખાતે ખુબ મોટી સંખ્યામાં સભાસદ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આગામી પીલાણ કાર્ય તારીખ 28 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવનાર છે. કાપણી માટે પૂરતા મજૂરો સહિતની પ્લાન્ટની મશીનરી તૈયાર કરી દેવામાં આવી છે. આગામી સીઝન માટે સાત લાખ મેટ્રીક ટનના લક્ષ્યાંકને સાથે પીલાણ કાર્ય શરૂ થનાર છે. આજના આ પ્રસંગ માટે સૌ ખેડૂત સભાસદો, સંસ્થાના કર્મચારીઓ સહીત સૌને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપલા : ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારીએ લોકો ગેરમાર્ગે દોરાય તેવી ખોટી બાબતોનો પ્રચાર-પ્રસાર સોશીયલ મીડીયામાં કરતા આરોપી સામે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને માટે નવું બાંધકામ કયારે થશે ?

ProudOfGujarat

પંચમહાલ એલસીબીએ દારૂનો જથ્થો લઈ જતા અમદાવાદનાં ઇસમોની ધરપકડ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!