Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અને અંકલેશ્વરમાં ફાફડા જલેબી ખાવા માટે લોકોની લાગી લાંબી લાઈનો : જાણો શા માટે ખાવામાં આવે છે ફાફડા અને જલેબી

Share

દશેરા એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ…ભગવાન રામે લંકેશનો વધ કર્યો અને ત્યારબાદ વિજ્યાદશમી પર્વની ઉજવણીની શરૂઆત થઈ. ગુજરાતીઓની જો બીજી ઓળખ ફાફડા-જલેબી છે તેમ કહીએ તો જરાય અતિશ્યોશક્તિ ના કહેવાય. આમ તો આખુ વર્ષ લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે પરંતુ દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનું મહત્વ વિશેષ રહે છે.

ભરૂચ અને અંકલેશ્વરમાં આજે દશેરા પર્વની ઉજવણી પર ફાફડા જલેબી ખરીદવા સ્વાદ રસિયાઓ ઉમટ્યા છે. ફરસાણના વેપારીઓને ત્યાં ફાફડા જલેબી ખરીદવા લાંબી લાઈન જોવી મળી છે. દશેરાના દિવસે ફાફડા જલેબીનું સૌથી વધુ વેચાણ થાય છે. આજના દિવસમાં ભરૂચ અને અંકલેશ્વરવાસીઓ લાખો રૂપિયાના ફાફડા જલેબીની આનંદ માણશે. જલેબી અને ફાફડા બંનેના ભાવમાં પ્રતિ કિલોના 40 થી 50 રૂપિયાનો વધારો આવ્યો છે.

હેલ્થ એક્સપર્ટના મતે સપ્ટેમ્બર-ઓકટોબરમાં બે ઋતુ ભેગી થાય છે. આ સમયે હવામાનમાં ફેરફાર થતો હોય છે. ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા રહેતી હોય છે. બે સિઝન ભેગી થવાથી શરીરમાં સિરોટોરિન નામનું તત્વ ઘટી જાય છે અને માઈગ્રેન થાય છે. ગરમાગરમ જલેબીમાં ટિરામાઈન નામનું તત્વ હોય છે જે શરીરમાં સેરોટોનિન નામના તત્વને કાબૂમાં રાખે છે. પરિણામે માઈગ્રેન થતું નથી તેથી દશેરામાં જલેબી ખાવામાં આવે છે.

દશેરાના દિવસે ફાફડા અને જલેબી ખાવાના જુદા જુદા કારણો છે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામને જલેબી ખૂબ જ ભાવતી હતી. રામાયણ કાળમાં જલેબીને શાશકૌલી કહેવામાં આવતી હતી. જલેબીની વાત તો જાણી? હવે સવાલ થાય કે ફાફડા જ કેમ ખવાય છે સાથે.. કારણ એ છે કે જલેબી ખૂબ ગળી હોય છે, જલેબી ખૂબ ગળી હોય છે જે એકલી ખાઈ શકાતી નથી. ખાસ કરીને ગુજરાતમાં ગળ્યા સાથે ફરસાણ ખાવાની પરંપરા છે, વર્ષો પહેલા આ રીતે જલેબી સાથે ફાફડા ગોઠવાઈ ગયા. આ રીતે જ દશેરાના દિવસે જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા શરૂ થઈ અને તે હજી જળવાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા બજાર ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીની હાઈકલ કેમિકલ્સ કંપનીમાં લાગી આગ.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં ઊભારિયા ગામે એસ.ટી. બસની બ્રેક ડાઉન થતાં મુસાફર અટવાયા.. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!