સરકારની કોવિડ-૧૯ અંગે ૧૦૦% રસીકરણની પહેલ અંગે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા સાહેબના માર્ગદર્શન હેઠળ લાલ બજાર અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા આજરોજ સમગ્ર દિવસ દરમિયાન ડોર ટુ ડોર વેકસીનેશન કેમ્પ માટે વોર્ડ નં.-૧૦ અને ૧૧ નાં લોકોને રૂબરૂ બોલાવી કોવિડ-૧૯ નાં પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં જન શિક્ષણ સંસ્થાનનાં કાર્યકરો પણ જોડાયા હતાં. સ
મગ્ર પ્રક્રિયાની માહિતી મેળવવા સી. ડી. એચ. ઓ. દુલેરા રૂબરૂ સ્થળની મુલાકાત લઇ થયેલ કામગીરીનો રીવ્યુ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો અને ૧૦૦% વેકસીનેશન અંગે ટીમનાં સભ્યોને પ્રેરિત કરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું સાથે જેએસએસનાં નિયામક ઝયનુલ સૈયદ સાથે પરામર્શ કરી જે વિસ્તારોમાં શક્યતા હોય ત્યાં મદદરૂપ થઇ ૧૦૦% કામગીરી પૂર્ણ કરવાં સહકાર આપવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અર્બન હેલ્થ સેન્ટર લાલ બજારનાં રવિન્દ્ર પટેલ દ્વારા યોજાયું હતું.
જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનનો રાઉન્ડ યોજાયો.
Advertisement