ગરીબોને મદદ કરવી એ ઘણી પુણ્યદાયી કામગીરી છે બાહુબલી અને રુદ્રસેના ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા સરસ્વતી માતા અને ડો. બાબા સહેબ આંબેડકરના ફોટાને હાર પહેરાવી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ગરીબ અને જરૂરીયાતમંદ બાળકોને નોટબુક વિતરણ કરવામાં અવ્યુ હતું જેમાં ૫૦ થી વધુ બાળકોને નોટબુકો આપવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન કેટલાકને મોંધવારીનો માર સતાવી રહ્યો હતો ત્યારે લોકો બાળકોનું ભણવાનું બંધ કરી રહ્યા હતા ત્યારે બાહુબલી ગ્રુપ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
તા ૧૦/૧૦/૨૧ ના રોજ અરગામા અને કૂડચન ગામે જરૂરતમંદ બાળકોને નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને ગતરોજ લીમડીચોક, નવી વસાહત વિસ્તારમાં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. બાહુબલી ગ્રુપ અને રુદ્ર સેના આ રીતે જ સારા કામ કરતા રહે અને લોકોની પડખે ઊભા રહે એવી ભગવાનને પ્રાર્થના છે અને લોકોના આશીર્વાદની અપેક્ષા છે.
ભરૂચ : બાહુબલી અને રુદ્રસેના ફરી એકવાર જરૂરતમંદ લોકોની મદદે આવ્યા : નોટબુકનું કર્યું વિતરણ.
Advertisement