ગત રવિવારના રોજ જુના ભરૂચના હાજીખાના વિસ્તારમાં મંદિર વેચવાનું છે તેવા બેનર લાગ્યા હતા. આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા તેનો અમલ ન થતા સ્થાનિકોએ બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. રાજ્ય સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કર્યો છે. જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાંની મિલકત વેચાણ પર નિયંત્રણ આવી જાય છે.
ભરૂચમાં સીટીસર્વે વોર્ડ નંબર ૫ માં સરકારના મહેસુલ વિભાગનું ૭ મી માર્ચ ૨૦૧૯ થી અશાંત ધારાનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. તેના અનુસંધાને છેલ્લા ચાર પાંચ દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી ખાસ કરીને સીટી સર્વેના વોર્ડ નંબર ૩ માં મકાન વેચવાનું છે, મંદિર વેચવાનું છે એવા બેનરોના ફોટા મીડિયા પર ફરી રહ્યા છે. તેના અનુસંધાને તંત્ર પોલીસ વિભાગ તપાસ કરી રહ્યું છે.
અશાંત ધારા કાયદાનું ચુસ્તપણે ભરૂચમાં થઇ રહી છે. કોઈપણ અશાંત ધારા હેઠળની પરમિશન વિભાગમાં આવે, દુકાન કે કોઈપણ પ્રકારની પ્રોપર્ટી વેચવા માટે સરકારની ગાઇડલાઇન અને એસ.ઓ.પી પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહિ તે માટે તંત્ર એક્ટીવ થયું છે.