ને.હા.48 ઉપર ભરૂચ ટોલટેક્સ પ્લાઝાથી લઈને બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. બિસ્માર રસ્તાઓને કારણે રાહદારીઓને હાલાકી વેઠવી પડે છે જેથી આ અંગે તંત્ર જાગૃત થાય તેવી લોકમાંગ ઉઠી છે.
ચોમાસુ હવે સંપૂર્ણપણે પૂર્ણ થવા આવ્યું છે ત્યારે તંત્રની પોલ ખુલી જવા પામી છે. ચોમાસું શરુ થતા જ નેશનલ હાઇવેના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા હતા અમુક જગ્યાઓ પર મટીરીયલ અને નંખાયેલા સળિયા પણ બહાર નીકળી ચુક્યા છે ત્યારે લોકોને ઘણી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. નેશનલ હાઇવે પરથી દરરોજ ૩૦ હજારથી વધુ ઉપરાંતના વાહનો પસાર થાય છે ત્યારે ભારે વાહનો પણ પસાર થાય છે જેમાં રસ્તાઓ ધીરે ધીરે વધારે ખરાબ થઇ ચુક્યા છે.
ઝાડેશ્વર તરફથી ટોલટેકસ પ્લાઝા સુધી પસાર થતા મસમોટા ખાડાઓ પડી ગયા છે જેથી ભારે વાહનને પસાર થતા વાર લાગતી હોય છે જેને પગલે ટ્રાફિક જામ થઇ રહ્યો છે ત્યારે વાહન ચાલકોના સમયનો વેડફાટ તેમજ શરીરને નુકશાન અને વાહનોને નુકશાન પહોચી રહ્યું છે ત્યારે મુસાફરો દ્વારા તંત્રને આંખો ખોલવા અને રસ્તાઓનું સમારકામ કરવા અપીલ કરવામાં આવી છે.