પશ્ચિમ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ૧ અને ૨ ની ડુંગરી ટાંકી પર લગભગ ઘણા સમયથી પાણીની ઘણી સમસ્યાઓ ઉભી થઇ રહી હતી. જેમાં આજરોજ પાણીની સમસ્યાઓનું નિરાકરણ લાવી અને શોએબ પાર્ક પાણીની ટાંકીથી નવી લાઈનનું પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.
માં નર્મદાના નિવાસે ભરૂચ જીલ્લો વસે છે ત્યારે ભરૂચ જીલ્લામાં જ કેટલાક સ્થળોએ પાણીની સમસ્યાઓ વધવા પામી હતી ત્યારે વોર્ડ નંબર ૧ અને વોર્ડ નંબર ૨ માં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા જેનું આજે નિરાકરણ આવ્યું હતું. જેમાં આજરોજ ડુંગરી ટાંકીની ડિસ્ટ્રિબ્યુશન મેઇન પાઇપલાઇનનું જોડાણ શોએબ પાર્ક ટાંકીની મેઇન પાઇપલાઇન સાથે જોડાણ કરી અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ જોડાણ કરવાથી સોસાયટીના છેવાડાના લોકોના ઘરો સુધી પાણી પહોચી શકે તેમ છે જેમાં ડુંગરી ટાંકી ધરાશાય થયા બાદ પાણીનો પ્રશ્ન ઘણો વધી ગયો હતો. જે બાબતે નગરપાલિકા વિપક્ષ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી વિપક્ષના સભ્યોની રજૂઆતના પગલે પ્રજાહિતના કામ અર્થે 6.49 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેનું કામ આજરોજ પૂર્ણ થયું હતું. જેમાં નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, પાણી વિભાગના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, પૂર્વ ચેરમેન રાજશેખર દેશનવર, સલિમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, સાજિદ શેખ, જુલ્ફીકાર રાજ, જાવેદ પટેલ, સ્થાનિક રહીશો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : શોએબ પાર્ક પાણીની ટાંકીથી નવી લાઈનનું પાલિકા પ્રમુખ અમિત ચાવડાના હસ્તે લોકાર્પણ કરાયું.
Advertisement