Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નબીપુર રેલવે સ્ટેશન પર અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

Share

નબીપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પરથી એક 66 વર્ષના આશરાના વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ તા. 11/10/2021 ના એક 66 વર્ષની ઉંમરના વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ભરૂચ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. વૃદ્ધ કોઈ બીમારીને કારણે મૃત્યુ પામ્યો હોવાનું પોલીસનું અનુમાન છે.

ભરૂચ રેલેવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇએ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી મરનારના વાલીવારસોની શોધના ચક્રો ગતિમાન કર્યા છે. મરનારે ગુલાબી રંગનો આખી બાયનો શર્ટ તથા ભૂરા રંગનું પેન્ટ પહેરેલ છે. વાલી વારસોએ ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

અંકલેશ્વરનાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને તેમના મિત્રો દ્વારા સ્લમ વિસ્તારમાં એક હજાર જેટલા માસ્ક તેમજ ડેટોલ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતો બાદ તંત્ર એક્શનમાં, બ્રિજ પર સ્પીડ ગન તૈનાત કરાઈ

ProudOfGujarat

રાજ્યમાં સ્વાઇન ફલૂથી વધુ 2 લોકોનાં મોત, 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!