ભરૂચ જીલ્લામાં જન આશીર્વાદ યાત્રાને લઈને આવેલ રાજ્યના કેબીનેટ મંત્રી જીલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લાના ૮૦% રોડ-રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ થવા આવ્યું છે. ભરૂચ જીલ્લાના ૬૦૦ જેટલા રોડ ખરાબ હોવાની ફરિયાદ મળી હતી જેમાં હવે માત્ર ૨૦% જ કામ બાકી છે જેથી આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિએ દાવો કર્યો હતો કે ભરૂચ શહેર જીલ્લાની જનતા પક્ષધારી સત્તાના જૂઠાણાને ઓળખી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવવાના હતા તે દરમિયાન મુખ્યમંત્રી જે-જે રસ્તાઓ પરથી પસાર થવાના હતા તે તમામ રસ્તઓનું ઉપર હલકી કક્ષાના રો-મટીરીયલ કપચી, ડામર પાથરી પેચવર્ક કરવામાં આવી રહ્યા હતા તે દરમિયાન વિપક્ષ દ્વારા રૂબરૂ જઈને નગરપાલિકાની કામગીરીને લોકો સમક્ષ રજુ કરી હતી. મુખ્યમંત્રીના ગયા બાદ પણ વોર્ડ નંબર ૧ થી ૧૧ ના મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરી પેચવર્ક કરવા માટે તાકીદ તો કરી હતી પરંતુ વચનો ભૂલી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.