ગત 8 મી ઓગષ્ટના રોજ પત્રકાર અને કોંગ્રેસ અગ્રણી દિનેશ અડવાણી પર 5 થી 6 જેટલા હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ગામના જ્યોતિનગર પાસે દિનેશ અડવાણી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક ઇનોવા ગાડીમાંથી 5 થી 6 શખ્સો નીચે ઉતરી અને લોખંડના પાઇપ તેમજ હોકી વડે દિનેશ અડવાણી પર રાત્રિના 12 કલાકે જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ તમામ હુમલાખોરો ફરાર થયા હતા અને દિનેશ અડવાણીને ગંભીર ઇજાઓ પહોચી હતી.
જે બાદ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધર્યા બાદ ઓગષ્ટ માહિનામાં તિલક હરિકૃષ્ણ પટેલને ઝડપી પાડવામાં આવ્યો હતો અને અન્ય ગેંગસ્ટરોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બે મહિના બાદ આજરોજ નવાપુરા મહારાષ્ટ્રના ખૂની ખેલમાં કુખ્યાત ગેંગસ્ટર અનિલ કાઠી સહીત કામને અંજામ આપવા વપરાયેલ ઇનોવા ગાડી નંબર GJ 05 CR 8520 ને ઝડપી પાડવામા આવી હતી.
વિગતવાર મળતી માહિતી અનુસાર, પોલીસને જાણ થઈ હતી કે આ કામમાં વપરાયેલ ઇનોવા ગાડી અનિલ કાઠી વાપરી રહ્યો છે એમાં ભરૂચના જ નામચીન બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થે અનિલ કાઠીને ગુનાનો અંજામ આપવા બોલાવ્યો હતો. જેમાં દિનેશ અડવાણી પર જીવલેણ હુમલો કરવાનું કાવતરું કરવામાં અગાઉ પકડાયેલ આરોપી તિલક પટેલે દરેક માહિતી પહોચાડી હતી તેથી નયન તેમજ તિલકની ધરપકડ કરવામાં આવી હતી.
જે બાદ આજરોજ આરોપી ગાડી લઈને સુરત તરફથી ભરૂચ આવતો હોય તે માટે ઝાડેશ્વર ચોકડી ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન તે જ નંબર પ્લેટની ઇનોવા ગાડી આવતા તેને રોકી અનિલ ઉર્ફે કાઠી ખીમજીભાઇ રાણવા રહે, નવનાથ સોસિયો સર્કલ પાસે, ખટોદરા, સુરતને ઝડપી પાડવામાં આવ્યો હતો. અનિલ કાઠીના ઈતિહાસમાં અનેક ગેરકાનૂની કામ કરી ચૂક્યો જેમાં નવાપુરા મહારાષ્ટ્રમાં હત્યા પણ કરેલ છે, જેને લોકોને માર માર્યા છે, તેના અગાઉ પણ 20 થી ઉપરાંતના ભૂતકાળના ગેરકાનૂની કામો સામે આવ્યા છે. ઘણી એવી ગેરકાનૂની કાર્યો કર્યા છે. જેને આજરોજ ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે પત્રકારો લોકો સુધી લોકોની વાત પહોંચાડે છે ત્યારે આવા ગેંગસ્ટરો આ પ્રકારની કામગીરી કરે ત્યારે જીવ જોખમાય તેવી પરિસ્થિતી ઊભી થાય છે.
રિદ્ધિ પંચાલ : ભરૂચ