શ્રી ગણેશ સુગર, વટારીયાના સભાસદો અને ભરૂચ જીલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડુત મિત્રો સુગરના પૂર્વ ચેરમેન સંદીપ સિંહ માંગરોલા વિરુદ્ધ થયેલી ખોટી ફરીયાદ ગત અઠવાડિયે નોંધવામાં આવી હતી જે બાદ સંદીપ માંગરોલા સહીત ૮ સભ્યોની ધરપકડ કરી અને તેઓ વિરુદ્ધ કાનુની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સંદીપસિંહ માંગરોલાના નેતૃત્વમાં સુપેરે ચાલતી સુગરનો વહીવટ ખોરવવા અને અસ્થિરતા ઉભી કરવા છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિઘ્નસંતોષીઓ પ્રયત્ન કરી રહ્યા છે.
શ્રી ગણેશ ખાાંડ ઉ.સ.માં.લી વટારીયા તા,વાલીયા જી.ભરૂચ સહકારી ધોરણે શેરડી પકવતા ખેડુત સભાસદોની શેરડી પીલાણ કરી ખાાંડ અને તેની બાયો પ્રોડક્ટનું ઉત્પાદન અને વેચાણ કરે છે. સદર સંસ્થામાં લગભગ 18000 જેટલા સભાસદો સાથે સુરત અને ભરૂચ જીલ્લાનાં 9 તાલુકાના ગામોનો કાર્ય વિસ્તાર તરીકે સમાવેશ થાય છે. આ સુગર ફેક્ટરીના માધ્યમથી આસપાસનાં વિસ્તારના અનેક ખેડુતો પોતાની ખેતી કરી આવક ઉપાજન કરે છે. તેમજ 900 કર્મચારીઓ આ સંસ્થામાંથી રોજીરોટી મેળવે છે. આ સંસ્થામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 20000 થી વધુ શ્રમજીવીઓ પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ સંસ્થાની સ્થાપના થયા પછી ચોથા ચેરમેન તરીકે સંદીપ માંગરોલાએ ડીસેમ્બર 2008 થી સુકાન હાથમાં લીધુ હતું. અસામાજિક તત્વોએ રાજકારણનો સહારો લઈ પુષ્પેન્દ્રસિંહ ઈન્દ્રતસિંહ સુણવા અને તેમના મળતિયાઓ મારફત સંદીપસિંહ સામે ખોટી પોલીસ ફરીયાદ નોંધાવી છે.