ભરૂચ જીલ્લામાં ગંદકી તેમજ બિસ્માર રસ્તાઓના કારણે લોકો ઘણા હેરાન પરેશાન થઇ ચુક્યા છે ત્યારે આવનારા સમયમાં તહેવારો આવી રહ્યા છે. આજરોજ AIMIM દ્વારા ભરૂચ શહેરમાં સાફ સફાઈ કરવા તેમજ વરસાદ હવે જવાની તૈયારી છે ત્યારે બિસ્માર રસ્તા અને મસમોટા પડેલ ખાડાઓની હાલત સુધારવા માટે ભરૂચ જીલ્લા કલેકટર તેમજ ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.
આગામી ૧૯ મી ઓક્ટોબરના રોજ ઈદે મિલાદ આવી રહી છે ત્યારે સમગ્ર મુસ્લિમ સંપ્રદાયના લોકો માટે ઘણો મોટો દિવસ માનવામાં આવે છે જેથી પશ્ચિમ વિસ્તારમાં આવેલ શેરી–સોસાયટી-ફળીયાઓને સાફ કરવાની કામગીરી કરવા અરજી કરવામાં આવી છે, ઈદે મિલાદનું જુલુસ કાઢવાનું હોય ત્યારે રસ્તાઓની હાલત ઘણી દયનીય છે. મસમોટા ખાડા પડી ગયા હોવાથી ઘણી મુશ્કેલી આવે તેમ છે તેથી રસ્તાઓનું પેચવર્ક કરી આપવાની કામગીરી વહેલી તકે હાથ ધરે તેમ કહેવામાં આવ્યું હતું.
જેમાં બાયપાસથી મહંમદપૂરા, ઢાલ, ચાર રસ્તાથી લઈને ગાંધી બજાર, ચુનાવાળા ચોક, ફાટા તળાવ મંદિર, લાલબજાર પોલીસ ચોકી સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે, જેમાં જુલુસ આ રસ્તાઓ પરથી જ કાઢવાનું છે ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા જણાવવામાં આવ્યુ હતું.