ભરૂચ જીલ્લામાં એક તરફ તહેવારનો માહોલ જામી ગયો છે ત્યારે બીજી તરફ દારૂનાં વેપલાનું કામ દિવસે અને દિવસે વધી રહ્યું છે. ગુજરાત જેવા દારૂ નિષેધ રાજ્યમાં દારૂ આવે છે જ ક્યાંથી જે તપાસનો વિષય બન્યો છે. ભરૂચ જીલ્લામાં મોટા મોટા બુટલેગરો પાસેથી દારૂ લાવી અને પોતાના આર્થિક ફાયદા માટે નાના નાના બુટલેગરો તેનું વેચાણ કરવા વાહનમાં લઇ જઈ રહ્યા છે.
બનાવ અંગે મળતી માહિતી અનુસાર નવરાત્રી પર્વ હોય અને સમગ્ર પંથકમાં પોલીસ દ્વારા સખ્તપણે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ત્યારે ભરૂચ જીલ્લાના નર્મદા નદીના કેબલ બ્રિજના ઉત્તર છેડા પાસેથી ઇકો ફોર વ્હીલ ગાડી જીજે ૦૫ આર જે ૫૨૨૯ માં બે ઇસમો ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ ની કુલ કિંમત.રૂ. ૧૮,૦૦૦/- તથા મોબાઈલ નંગ -૨ કીમત.રૂ.૫,૫૦૦/ પકડી પાડીને કુલ ૩,૨૩,૫૦૦/- નો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલ આરોપીઓ :-
(૧) આલોક ચંદ્રવલી સિંગ રહે, સચિન અશોક નગર સુરત
(૨)ચંદ્રવલી ક્રીષ્ણ બહાદુર સિંગ રહે, સચિન અશોક નગર સુરત
વોન્ટેડ આરોપી :-
મેહુલ ઉર્ફે બાબુ રહે, સુરભી સોસાયટી